Responsive Advertisement
Responsive Advertisement

 ૧ વરસ વીતી ગયું આજ હું એક સફળ વ્યક્તિ છું બધું જ છે મારી પાસે સફળતા, પૈસો, ઈજ્જત, ભાઈ અને સિયા નો પ્રેમ, શિવમ જેવો દોસ્ત. પપ્પા ની અજય ભાઈ સાથે વાત થતી પણ મારો ગુસ્સો હજી પણ શાંત નહોતો થયો એટલે હું ક્યારે પણ પપ્પા સાથે વાત ના કરતી. બધું હોવા છતાં પણ કંઈક ઘટતું હતું એ છે રાજ અને એનો પ્રેમ જે મળવાની સંભાવના જ નહતી. મે મોબાઈલ માં મનહર ઉધાસ ની ગઝલ લગાવી અને સૂઈ ગઈ. સવારે દરવાજાની ઘંટી એ મને જગાડી. દરવાજો ખોલતાં જ મે એ દ્રશ્ય જોયું જેની મે સપનાં માં પણ કલ્પના નહોતી કરી. રાજ સામે ઊભો હતો. હકીકત છે કે સપનું એ સમજવાની હાલત માં ન હતી. 


રાજ : હેલ્લો, મેડમ બહાર જ ઊભો રાખવાનો વિચાર છે કે શું? અંદર આવવાનું નહિ કહે ?


મીરા : સોરી, અંદર આવ ને પ્લીઝ કમ. બસ તને અહીંયા જોવાની ઉમ્મીદ ના હતી એટલે. અમેરિકાથી ક્યારે આવ્યો ? રાજ સાથે વાત કરવાનો એટલો બધો ઉત્સાહ હતો કે પાણી નું પૂછતા પણ ભૂલી ગઈ.


રાજ : બસ કાલે જ આવ્યો, મિસ મીરા પારેખ મુંબઈની મશહૂર કોર્યોગ્રાફર. કૉંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ ગ્રેટ અચિવમેન્ટ.


મીરા : થેન્ક્સ.


રાજ : બહુ ઈચ્છા હતી તને મળવાની તો આવી ગયો.


મીરા : સારું કર્યું. 


રાજ : મારું અહી આવવાનું કારણ બીજું પણ છે. જો મીરા મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતી. એક ઊંડો શ્વાસ લઈ ને રાજ બોલ્યો.. શું તું મારી સાથે લગ્ન કરીશ ?


મીરા : બસ મારું બેભાન થવાનું જ બાકી હતું. મને હજી વિશ્વાસ નહતો આવતો કે આ રાજ બોલી રહ્યો હતો. શું ? મે ધીમા અવાજે કહ્યું.


રાજ : મને તું ગમતી ત્યાર થી જ્યારે હું તારા ઘર ની બાજુમાં રહેતો. પણ તારી સાથે પ્રેમ છે એ વાત મને અમેરિકા જઈને, તારાથી દુર જઈને સમજાણી. આઈ લવ યુ મીરા.


મીરા : આઈ લવ યુ ટુ રાજ. 


ત્યાર પછી બીજે દિવસે હું રાજ ના માતા પિતા ને મળી. એ લોકો ખૂબ જ સારા છે. અજય ભાઈ પણ ખૂબ ખુશ થઈ ગયા એમને પપ્પા સાથે વાત કરવાનો આગ્રહ કર્યો. પણ આ વખતે હું ના ન કહી શકી એટલે મેં પપ્પા સાથે વાત કરી મુંબઈ બોલાવી લીધા. હું ખૂબ ખુશ હતી આજ મારો પ્રેમ પણ મને મળી ગયો. પણ કેમ જાણે અમેરિકા જવાના નામથી મારા ચેહરાની ખુશી ગાયબ થઈ જતી. મે શિવમ ને ફોન કરી કોફી શોપ માં મળવા બોલાવ્યો.


શિવમ : વાવ, આ તો ખૂબ સારા સમાચાર છે. .કૉંગ્રેચ્યુલેશન્સ !


મીરા : થેન્ક્સ.


શિવમ : શું થયું મીરા કેમ આટલી ઉદાસ છે ? આજ તારી પાસે બધું જ છે અને હવે તો તારો પ્રેમ પણ તને મળવા જઈ રહ્યો છે. તો પછી આ ઉદાસી કેમ ?


મીરા : સાચું કહું તે બધું મળી ગયું છે મને કે'વાય ને ખોટ નથી છતાં પણ કંઈક છૂટી રહ્યું હોય એવું લાગે છે. ખબર નહીં કેમ પણ ખુશી ની વચ્ચે પણ એક ઉદાસી ઘર કરી રહી છે. 


એટલા માં જ શિવમ નો ફોન વાગ્યો "હલ્લો, વોટ ? હું હમણાં જ આવું છું. સોરી મીરા મારે જવું પડશે."


"પણ ક્યાં શિવમ ?" પણ એ મારા સવાલ નો જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો. શું થયું હશે ? કેમ આટલો ઉતાવળ માં ગયો ? કોનો ફોન હશે ? આ બધા સવાલો નો પહાડ તૂટી પડ્યો. ૩ દિવસ વીતી ગયા શિવમ નો ફોન બંધ આવતો હતો. આ તરફ મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ૭ દિવસ પછી મારા લગ્ન હતા. હું ને રાજ રોજ મળતા. આ ખુશખબરી દેવા માટે હું શિવમ ના ઘરે ગઈ. 


સિયા : મમ્મા, સિયા મને પ્રેમથી મમ્મા કહેતી. સિયા બેબી કેમ છે ? તું હજી સુધી સૂતી હતી ? પપ્પા ક્યાં છે ? મે પૂછ્યું. 


શિવમ : અરે મીરા તું ક્યારે આવી ? 


મીરા : બસ હમણાં જ.


આટલા માં સિયા પેટ પકડી ને રડવા લાગી આહ પપ્પા. શું થાય છે સિયા. ઓહ નો શિવમ એ ફટાફટ એક ગોળી સિયા ને આપી અને તે થોડી શાંત થઈ. મે પૂછ્યું શું થયું સિયા ને. કઈ નહિ રાત્રે બાર નું ખાધું એટલે બસ. શું કામ બાર નું ખવડાવ્યું તે તને જરાય ચિંતા છે એની. તું છે ને સાવ જો મારી સિયા ને કઈ પણ થયું ને તો હું તારી સાથે ક્યારે પણ વાત નહિ કરું. 


શિવમ : ભલે, મારી મા.


મીરા : તારી નહિ સિયા ની. બંને હસવા લાગ્યા. હું તને મારા લગ્ન ની કંકોત્રી આપવા આવી હતી. તારે જરૂર થી આવવાનું છે નહિતર હું લગ્ન જ નહીં કરું સમજ્યો.


શિવમ : ભલે, જરૂર આવીશ.


મીરા : ભલે તો હું નીકળું. બાય




સિયા : મમ્મા, તમે જાવ છો ? મારી પાસે રહો ને મને બીક લાગે છે. હું દોડી ને સિયા પાસે ગઈ અને ગળે લગાડી લીધી. ના બેબી હું છું ને તારી પાસે. સિયા ને સુવડાવી ને હું ઘરે જવા નીકળી. એકવાત કહું શિવમ ?


શિવમ : હા બોલ ને.


મીરા : તું બીજા લગ્ન કેમ નથી કરી લેતો ?


શિવમ : મીરા તું સારી રીતે જાણે છે ક મે ફક્ત વિનીતા ને જ પ્રેમ કર્યો છે અને એની જગ્યા કોઈ નહિ લઈ શકે. હું ખુશ છું મારી સિયા સાથે. 


મીરા : તારા માટે નહિ તો સિયા માટે. એને એની મા મળી જશે. 


શિવમ : આ તું કહે છે, તું તો બીજા લગ્નની વિરુદ્ધમાં છે ને. તે જ કહ્યું હતું કે સોતેલી માં ક્યારેય સગી ના બની શકે.


શિવમ ના પ્રશ્ન નો મારી પાસે કોઈ જવાબ ન હતો. હું ઘરે જઈને મારા રૂમમાં બેડ પર બેઠી હતી. મારા મગજ માં શિવમ નો પ્રશ્ન ફરી રહ્યો હતો. શું થઈ ગયું મને ? આજે સમજાયું કે પપ્પા સાચા હતા. એ એમના માટે નહિ પણ મારા માટે બીજા લગ્ન કર્યા. સોરી પપ્પા.


મીરા - એક અનોખી પ્રેમ કહાની [3]

1 Comments

Post a Comment