અમદાવાદ, શોર શરાબાથી ભરેલું ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર. રવિવારનો દિવસ હતો અને બપોરે બાર વાગ્યાંનો સમય, જ્યાં પારેખ ભવન માં કૂકરસીટી સાથે રમા બેન કામવાળી લતા ને કહે છે કે "જા જઈને મીરા ને ઊઠાડ બપોર ના બાર વાગવા આવ્યા છે."
"ભલે માલકીન." લતા કહે છે.
"મીરા દીદી ઊઠો સૂરજ માથા પર ચડી ગયો છે."
"હા લતા બસ પાંચ મિનિટ. તું જા હું ઊઠી જઈશ."
મીરા આંખો ચોળતી ઉઠે છે અને ખુદ ને કહે છે "ગુડ મોર્નિંગ મિસ મીરા પારેખ, હેપ્પી સન્ડે."
બસ આવી છે મીરા ની જિંદગી. અઠવાડયામાં ૬ દિવસ ટાઈમ ટેબલ પ્રમાણે જીવવાનું અને રવિવાર આવે એટલે મોડે સુધી સૂવાનું ઊઠીને ગઝલો સાંભળવાની અને રાત્રે મોડે સુધી ટીવી મા હોરર ફિલ્મ જોવાનું. મીરા નો રવિવાર કંઈક આવો જ હતો. આમ જોવા જઈએ તો મીરા ને સમજવી ખૂબ અઘરી હતી. સામાન્ય માણસ કરતાં સાવ અલગ વિચારો ધરાવતી મીરા પોતાની જ દુનિયામાં ખોવાયેલ રહેતી. અંતર્મુખી હોવાથી એ વધુ લોકો સાથે વાત ન કરતી. એક ખૂબ જ સારી નૃત્યાંગના હોવાથી મીરા નું બસ એક જ સપનું હતું પોતાના નામની એકેડેમી ખોલવાનું, જ્યાં નાના બાળકો ને નૃત્ય શિખાડી શકે.
બસ આવી જ છે મીરા આમ જુઓ તો લોકો થી ઘેરાયેલી અને આમ જુઓ તો સાવ એકલી. નાનપણમાં જ માતાનું અવસાન થતાં તે માતા ના પ્રેમથી વંચિત રહી ગઈ. પિતા વ્યવસાય માટે મહિનાઓ સુધી બહાર રહેતા. માટે પિતા ના પ્રેમ માટે પણ મીરા હમેશાં તરસતી. તેના પિતા એ બીજા લગ્ન કર્યા રમા સાથે. રમા બેન ખૂબ સારા હતા એમને મીરા ને સગી દીકરી ની જેમ જ પ્રેમ કરતા પણ મીરા આજસુધી એમને સ્વીકારી ન શકી. એમના મતે સોતેલી મા ક્યારેય સગી મા ના થઈ શકે. મીરા તેમના પડોશ માં રહેતા એક રાજ નામ ના છોકરાને ખૂબ જ ચાહતી હતી. પણ ક્યારેય કહી ના શકી. રાજ થોડાક સમય પહેલા અમેરિકા શિફ્ટ થઈ ગયો. મીરા નો પ્રેમ મીરા ના મનમાં જ રહી ગયો. મીરા ને ખબર હતી કે રાજ એમને ક્યારેય નહિ મળે એટલે મીરા એ ક્યારેય કોઈ સાથે લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો અને આખી જિંદગી નૃત્ય ને અર્પણ કરવાનો વિચાર કર્યો. પણ કહેવાય છે કે જિંદગીમાં જે ધાર્યું હોય હમેશાં એનાથી વિપરીત જ થતું હોય છે આવું જ કંઈક મીરા સાથે થયું. આવો જોઈએ મીરા ની કહાની મીરા ની જ જુબાની.
કૉલેજના ફાઈનલ સેમેસ્ટર નું આજ પરિણામ આવી ગયું જેમાં હું ફસ્ટ ક્લાસ પાસ થઈ અને બીજી ખુશી એ હતી કે આજે મને અમદાવાદની શ્રેષ્ઠ નૃત્યાંગના માટે સન્માન મળ્યું અને વધારે ટ્રેનિંગ માટે મને મુંબઈ બોલવામાં આવી. મે કઈ પણ વિચાર્યા વિના મુંબઈ જવા માટે હા પાડી દીધી. મારા મોટા ભાઈ અજય મુંબઈમાં જ રહે છે એટલે મેં ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. આજ ખરેખર હું ખૂબ જ ખુશ હતી. અનેક નવા વિચારો સાથે હું ઘરે પહોંચી.
"આવ મીરા આવ બસ તારી જ રાહ જોતા હતા. આમને મળ આ છે અમદાવાદ ના મોટા ઉદ્યોગપતિઓ માના એક શ્રીમાન રાજેશ પાઠક અને આ તેમના પત્ની મંજુ બેન અને આ તેમનો દીકરો અંશ." મીરા ના પપ્પા એ કહ્યું.
સામાન્ય વાતો અને ચા નાસ્તા પછી રાજેશ ભાઈ એ કહ્યું "ચાલો રમેશ ભાઈ હવે અમે નીકળીએ અમને રજા આપો. અમને મીરા ખૂબ જ ગમી હવે જલ્દીથી સગાઈ નું મૂરત કઢાવી લઈએ."
રમેશ ભાઈ : ભલે, આવજો.
મીરા : કોની સગાઈ પપ્પા ?
રમેશ ભાઈ : તારી બીજા કોની.
મીરા : પણ મને પૂછ્યા વિના તમે આટલો મોટો નિર્ણય કઈ રીતે લઈ શકો પપ્પા ?
રમેશ ભાઈ : આજ નહિ તો કાલ લગ્ન તો કરવાના જ છે. અને રાજેશ ભાઈ મારા બિઝનેસ પાર્ટનર હોવાથી હું એમને સારી રીતે ઓળખું છું. આટલું સારું ઘર બીજે ક્યાંય નહિ મળે.
મીરા : પણ હું લગ્ન માટે તૈયાર નથી, મારે લગ્ન નથી કરવાં, મારે તો મારું સપનું પૂરું કરવું છે. પગભર થવું છે હું કોઈ પિંજરામાં કેદ થવા નથી માગતી. તમે મારી સાથે આવું ન કરી શકો પપ્પા.
રમેશ ભાઈ : એવાં નક્કામા સપનાં માટે તું તારી જિંદગી શું કામ બરબાદ કરી રહી છે ? તારા લગ્ન તો થશે અને એ પણ અંશ સાથે જ, સમજી ? રમા લગ્નની તૈયારી કરો.
રમા બેન : એકવાર મીરા ની વાત તો સાંભળો.
મીરા : તમે તો રહેવા જ દો મિસિસ પારેખ અહીંયા કોઈને સમજાવાનો કોઈ ફાયદો નથી. કોઈ સમજતું નથી મને, કોઈ નહી. પહેલી વાર મને આટલો ગુસ્સો મારી કિસ્મત ઉપર આવતો હતો. હું ગુસ્સામાં મારા રૂમ જઈને મોબાઈલ માં મનહર ઉધાસની ગઝલ ચાલુ કરી હું જ્યારે પણ ઉદાસ હોઉં ત્યારે ગઝલ સાંભળતી. આજ પણ મે એજ કર્યું.
માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે બની ગયો એ બરોબર બની ગયો.....
ગઝલ સાંભળતા સાંભળતા ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી. સવારે ઊઠીને મે નિર્યણ કર્યો કે કોઈને પણ હક નથી કે મારી જિંદગી નો ફેસલો લેવાનો. મારી જિંદગી મારી મરજી મુજબ જ જીવીશ. મે અજય ભાઈ ને ફોન કર્યો અને જે થયું એ બધું જ કહી દીધું. અજય ભાઈ એ મને મુંબઈ આવવા માટે કહ્યું અને કહ્યું કે તું અહી આવીજા બાકી હું સંભાળી લઈશ. મે ફટાફટ બેગ ભરી અને એક કાગળ લખી ટેબલ પર મૂકીને મુંબઈ જવા નીકળી ગઈ. જ્યારે લતા મારા રૂમમાં આવી ત્યારે તેને આ કાગળ મળ્યો અને મારા પપ્પા ને આપ્યો.
"પપ્પા હું મારા સપનાં ને પૂરું કરવા જઈ રહી છું. હમેશાં હું તમારા પ્રેમ માટે તરસતી રહી પણ તમારી પાસે મારા માટે સમય જ નથી. તમને મારી મરજી વિરુદ્ધ મારી જિંદગીનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. મહેરબાની કરીને મને શોધવાની કોશિશ ન કરતા."
મીરા.
કાગળ વાંચીને રમેશ ભાઈ જોરથી બૂમ પાડી મીરા ..... અને ખુરશી સીધી દીવાલમાં પછાડી. રમા બેન એમને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા.
"આ બધું તમારા કારણે જ થયું છે. તમારા આવા જિદ્દીલા સ્વભાવ ને કારણે જ આજ આ દિવસ જોવાનો વારો આવ્યો છે. ક્યારે પણ તમે પ્રેમથી મીરા સાથે બે વાત પણ કરી છે ? એ શું ઈચ્છે છે ક્યારે પણ તમે પૂછ્યું ? માનું છુ કે કમાવું જરૂરી છે પણ પરિવાર સાથે સમય પસાર કરવો, બાળકો ને થોડો સમય આપો પૈસો કમાવાની લાલચમાં એ ના ભૂલવું જોઈએ કે આ બધું કોના માટે કરી રહ્યા છે. રમા બેન ના મન માં દબાયેલી વાતો આજ બહાર આવી રહી હતી. જ્યારથી તમારી પત્ની બનીને આવી છું ત્યારથી આજ સુધી મીરા એ ક્યારે પણ મને મા નથી કહી. મારા કાન મા સાંભળવા તરસી રહ્યા છે. કદાચ મારી જ મમતામાં કંઈક ખોટ રહી ગઈ હશે."
"મને માફ કરી દે રમા આજે મને મારી ભૂલ સમજાઈ છે. હું તમારા બંનેનો ગુનેગાર છું. રમેશ ભાઈ રુંધાયેલા અવાજ માં બોલ્યા, પણ રાજેશ ભાઈ ને શું જવાબ આપશું ?"
રમા બેન : તમે ચિંતા ના કરો જે સાચું છે એજ કહેશું. ધીરજ રાખો બધું જ સારું થઈ જશે. મીરા ને થોડો સમય આપો એ ઘરથી જાજો સમય દૂર નહિ રહી શકે. એને એનું સપનું પૂરું કરવા દો. મને ખબર છે એ ક્યાં હશે.
મુંબઈ હું અજય ભાઈ ના ઘરે પહોંચી. ઘણા સમય પછી અમે મળ્યા એટલે ખુશી કંઈક અલગ જ હતી. હું મારી બધી જ વાત ભાઈ સાથે શેર કરતી અને ભાઈ પણ. આખો દિવસ અમે એકબીજાના મન વાતો કહી. બીજે દિવસે સવારે હું પચરંગ એકેડેમી પહોંચી અને ટ્રેનિંગ ચાલુ કરી દીધી. ત્યાં મારી મુલાકાત એકેડેમી ના એક કોર્યોગ્રાફર શિવમ મહેતા સાથે થઈ. દેખાવ માં સાદા અને સિમ્પલ પણ એનું વ્યક્તિત્વ કોઈને પણ આકર્ષિત કરી દે એવું. એમની એક લાડકી દીકરી સિયા. હંમેશા એ સિયાની નાની નાની વાતો કહેતા. ક્યારેક મને પણ સિયા ને મળવાની ખૂબ ઈચ્છા થતી. ધીરે ધીરે સમય વીતતો ગયો. શિવમ સર સાથે મારી ખાસ્સી એવી દોસ્તી થઈ ગઈ. એ મને સમજતા એ માટે બહુ મોટી વાત કહેવાય. સિયા સાથે પણ એક અલગ જ લગાવ થઈ ગયો. જ્યારે પણ સમય મળતો હું સિયા સાથે વિતાવતી. ૩ વરસ ની સિયા એ જન્મ ની સાથે જ તેની માતા ને ખોઈ દીધી. શિવમ સર તરફથી સિયા ને માતા અને પિતા બંનેનો પ્રેમ મળતો. ૬ મહિના વીતી ગયાં મારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને મે મુંબઈ માં જ એકેડેમી ખોલવાનો નિર્ણય કર્યો. જેમનું નામ સિયા એકેડેમી રાખ્યું.
મીરા - એક અનોખી પ્રેમ કહાની [2]
Post a Comment