Responsive Advertisement
Responsive Advertisement

 અંતે એ દિવસ આવી જ ગયો બધા મહેમાનો આવી ગયા. ઘર ને પણ ખૂબ સુંદર રીતે શણગાવામાં આવ્યું હતું. પણ મારી નજર દરવાજા તરફ હતી હજી કેમ શિવમ સિયા ને લઈને ના આવ્યો. મે ફોન કર્યો તો કોઈ બીજા એ ઉપાડ્યો. હેલ્લો શિવમ. કોણ ? સામેથી આવાજ આવ્યો. હું મીરા. કોણ મીરા એમ કહી ને ફોન કટ થઈ ગયો. મારી ચિંતા હવે વધી ગઈ હતી. કોણ જાણે કેટલાય વિચારો દોડવા માંડ્યા. મે અજય ભાઈ ને વાત કરી અને કહ્યું કે મને થોડી વાર માટે શિવમ ના ઘરે લઈ જાય. બહાના બનાવી ને હું અજય ભાઈ સાથે શિવમના ઘર પહોંચી. ઘર ખુલ્લું હતું પણ અંદર કોઈ ન હતું. અચાનક મારી નજર એક ફાઈલ ઉપર પડી જે વાંચી ને હું બેહોશ જ થઈ ગઈ. જ્યારે હોશ આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી. બધા મારા પલંગની આસ પાસ ગોઠવાઈ ગયા હતા. બધા એકસાથે બોલ્યા શું થયું ? પણ હું કોઈ ને પણ જવાબ આપવાના મૂડ મા ન હતી. ફટાફટ ઊભી થઈ ગાડી લઈ ને હોસ્પિટલ પહોંચી. 


શિવમ : તું અહીંયા ? 


  એ કઈ પણ બોલે એ પહેલાં તો મે એને ધડાક અવાજ સાથે એક તમાચો ઝીંકી દીધો. ખબર નહીં મારો હાથ અને મગજ આજ મારા કંટ્રોલ માં ન હતા. પૂછતો પણ નહિ કે મે લાફો શું કામ માર્યો. બહુ શોખ છે ને મહાન બનવાનો. આટલી મોટી વાત શા માટે છૂપાવી. બોલ. 


શિવમ : તો શું કરું મીરા, તારી જિંદગીની સૌથી મોટી ખુશી તને મળવા જઈ રહી છે. આ વાત કહીને હું તને તકલીફ આપવા નહતો માંગતો. સિયા ને લાસ્ટ સ્ટેજ પેટનું કેન્સર છે. એના બચવાની કોઈ શકયતા નથી. 


મીરા : ખબરદાર.... ખબરદાર જો બીજીવાર આવું બોલ્યો છે તો. કઈ નહિ થાય સિયા ને. 


 ડો. આચાર્ય અંદર એમની કેબિન માં બોલાવે છે અને કહે છે "મિ. શિવમ આપણે સિયા નું એક ઓપરેશન કરવું પડશે જો આ સફળ રહ્યું તો આપણે એની સર્જરી કરી શકશું." 


"તો રાહ શેની જુઓ છો ઓપરેશન ની તૈયારી કરો." મે કહ્યુ. "પણ જો આ ઓપરેશન એ સહન નહિ કરી શકે તો...." મે વચમાં જ ડોક્ટર ને અટકાવ્યા "મારી દીકરી બહુ મજબૂત છે એને કઈ નહિ થાય આ એક માનું હૃદય બોલે છે તમે ઓપરેશનની તૈયારી કરો."


"ઠીક છે સિયા ને ઓપરેશન રૂમમાં લઈ જાઓ ડોક્ટરે નર્સ ને કહ્યું." હું સિયા ને મળવા જનરલ રૂમમાં ગઈ. સિયા ને જોઈને મે તરત જ મારા ગળે લગાડી દીધી. અને ચુંબનોની વરસાદ કરી દીધી. આજ પહેલી વાર મમતા શબ્દનો અર્થ મને સમજાઈ રહ્યો હતો. 


સિયા : મમ્મા, એક ગીત સંભળાવો ને.


મીરા : અત્યારે નહિ તું પાછી આવ ત્યારે.


સિયા : અને ના આવું તો ?


મીરા : આટલું સાંભળતા બધા ના આંખમાં આંસુ આવી ગયા. ના બેબી મારી સિયા બહુ સ્ટ્રોંગ છે એ જીતી ને જ આવશે. પ્રોમિસ કર આવીશ ને તારી મા પાસે.


સિયા : તમે પણ એક પ્રોમિસ કરો કે મને છોડી ને ક્યારેય નહિ જાવ.


મીરા : પ્રોમિસ.


  આજ હું મમતાની એ ચોખટ ઉપર હતી જ્યાં મારી બધી જ ધારણાઓ ખોટી સાબિત થઈ રહી હતી. આજે કોઈ ઉપર મમતા લૂંટાવી ત્યારે મા શબ્દનો સાચો અર્થ સમજાયો. હું મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરવા બેસી ગઈ. જ્યાં સુધી ઓપરેશન ચાલ્યું ત્યાં સુધી હું મંદિરમાં જ બેઠી રહી. ઓપરેશન પૂરું થયું અને ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે અભિનંદન, ઓપરેશન સફળ રહ્યું. કોઈની પ્રાર્થના રંગ લાવી. સિયા ખરેખર બહુ સ્ટ્રોંગ છે. હવે તમે આરામથી સર્જરી કરાવી શકો છો. સર્જરી ના ૫ દિવસ બાકી હતા. તો બીજી તરફ કાલ મારા લગ્ન.




  હું તૈયાર થઈ રહી હતી. જાન આંગણે આવી ગઈ હતી. કેમ જાણે આજ ક્યાંય પણ મન લાગતું ન હતું. એક ઉદાસી ઘર કરી ગઈ હતી. ચેહરા નો રંગ ફિક્કો પડી ગયો હતો. એટલા માં જ રાજ અંદર આવ્યો. 


મીરા : રાજ તું અહી ? 


રાજ : એક વાત કે મીરા તું સાચે જ ખુશ છે ? એકવાર તારા મન ને પૂછ. આખી જિંદગીનો સવાલ છે એટલે જ કહું છું. 


હું કઈ જ ના બોલી શકી. બસ રાજને ભેટી પડી. આંસુ રોકવાની કોશિશ કરી પણ ના રોકી શકી. 


રાજ : એક બાળકીના પ્રેમ સામે મારો પ્રેમ હારી ગયો. એક બાળકીને એની માથી દૂર કરવાનો મને કોઈ અધિકાર નથી. ચાલ શિવમ ના ઘરે.


મિસિસ પારેખ સામું જોઈને આજ પહેલી વાર મારા મોઢામાંથી એક શબ્દ નીકળ્યો "મા". અમે બન્ને એકબીજા ને ભેટી પડ્યા. મને માફ કરી દો મા. તારી વેદના આજ સમજાણી. જા મારી દીકરી જા તારી સિયા પાસે. અમને ગર્વ છે તારા ઉપર.


  પ્રખ્યાત હોવાને કારણે મીડિયાવાળા પણ લગ્નમાં આવેલા. અમે શિવમ ના ઘરે પહોંચ્યા. તો ત્યાં તાળું લટકતું હતું. બાજુ માં પૂછ્યું તો એમને કહ્યું કે શિવમ ભાઈ તો આજે જ કેનેડા જવા માટે નીકળી ગયા. અમે ફટાફટ એરપોર્ટ પહોંચ્યા અને આમ તેમ શોધવા લાગ્યા. કેટલી બધી વિનંતી કરી ત્યારે અમને અંદર જવાની મંજૂરી આપી. બધે જ ગોતી લીધું પણ એ લોકો ક્યાંય ન મળ્યા. અંતે થાકી ને મે નિસાસો નાખ્યો અને મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો સિયા...


ત્યાં તો એક અવાજ મારા કાનમાં ગુંજ્યો મમ્મા.... મે તરત જ ઉપર જોયું શિવમ અને સિયા હતા. મે દોડી ને સિયા ને મારા હૃદયથી લગાવી લીધી. મમ્મા... મારે નથી જવું પપ્પા ને કહો ને મારે તમારી સાથે રહેવું છે. મારી દીકરી ક્યાંય નહિ જાય એ હંમેશા મારી સાથે જ રહેશે. શિવમ પ્લીઝ મને મારી દીકરીથી દૂર ના કર. 


રાજ : હા શિવમ મીરા સાચું કહે છે સિયા માટે તેને અપનાવી લે. એક પારકી દીકરી માટે આટલી મમતા આજ પહેલી વાર જોઈ છે. 


૩ વરસ પછી,


 આજ ૩ વરસ વીતી ગયાં હું શિવમના ઘરે ખૂબ ખુશ છું. સિયાની સર્જરી સારી રીતે થઈ ગઈ હવે તે લાંબુ જીવી શકશે. હું અને શિવમ આજે પણ એક દોસ્તની જેમ એકબીજાનું ધ્યાન રાખીએ છીએ. તો આ હતી મારી કહાની પ્રેમ અને મમતા કોને કહેવાય એ આ નાનકડી બાળકી એ મને સમજાવ્યું.


સિયા : મમ્મા કેટલું લખશો ચાલો હવે સૂઈ જાવ.


ઓકે મહારાણી મે હસીને કહ્યું.


સિયા : મમ્મા....આઈ લવ યુ


મીરા : આઈ લવ યુ ટુ બેબી


સમાપ્ત.

Post a Comment